વિદેશમંત્રી એસ.જયશંકરે ભૂતાનના પ્રવાસ દરમિયાન ત્યાંના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચેની બેઠકમાં વર્તમાન વૈશ્વીક અને ક્ષેત્રીય ઘટનાક્રમ પર ચર્ચા કરવામાં આવી હતી. બન્નેએ ભારત અને ભૂતાન વચ્ચે દ્વિપક્ષી સહયોગમાં થયેલ પ્રગતિની સમિક્ષા કરી હતી.
વિદેશમંત્રી એસ.જયશંકરે તેમના સમકક્ષ સાથે પણ મુલાકાત કરી હતી. તે દરમિયાન પરસ્પર સંબંધોને વધુ મજબુત બનાવવા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ આરોગ્ય સહાયતા અંગે ૧૨મો જથ્થો ભૂતાનને સોપ્યો હતો. આ જથ્થો ભૂતાનને કોવિડ મહામારીથી ઉગરવા દરમિયાન સહાયતાના રૂપમાં પ્રદાન કર્યો છે. વિદેશમંત્રી એસ.જયશંકરેનો ભૂતાન પ્રવાસ આજે સંમ્પન્ન થઇ રહ્યો છે.