સુરતની તાપી નદી કિનારે રમી રહેલા ત્રણ બાળકો ડૂબ્યા

સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર શુક્રવારે રમી રહેલા ૨ બાળકો અને ૧ બાળકી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા.જે પૈકી ૨ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જયારે મોડે સુધી એક બાળકીનો પત્તો લાગ્યો ન હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાંદેરમાં રહેતા ૩ બાળકો તાપી નદીના પટ પર ગતરોજ બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા.

બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે શોધખોળને અંતે બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે મોડીસાંજ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી.બીજી તરફ આ ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૩ બાળકો રાંદેરના ઇકબાલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *