ગુજરાત સરકાર દ્વારા સતત પ્રજાલક્ષી અને સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલી કેમ્પને લઈને મહત્વની જાહેરાત કરી છે.
જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધનમાં જણાવ્યું હતું કે, આગામી ૬ મેના રોજ શિક્ષકોની બદલી માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લા ફેરબદલી અને અરસ પરસનો સમય ગાળો ૭ દિવસનો રહેશે. તો આ સાથે જ શિક્ષકે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે નહીં.
જીતુ વાઘાણીએ કહ્યું કે, બદલી કેમ્પના આયોજનથી રાજ્યના ૧૦ લાખ કરતા વધુ શિક્ષકોના પરિવારજનોને ફાયદો થશે. તો બદલી કેમ્પમાં કરાયેલ શિક્ષકોની બદલી આગામી ૨૦ મે સુધીમાં કરાશે.