પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુરોપ પ્રવાસ માટે રવાના થશે. આ ૩ દિવસીય યુરોપ પ્રવાસ દરમિયાન તેઓ ૩ દેશો જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ જશે અને ૨૫ ઈવેન્ટ્સમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ૪ મે સુધી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે રવાના થશે. પ્રધાનમંત્રીનો આ વર્ષનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. યાત્રાના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી રાજધાની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલ્ફ શોલ્ઝ સાથે મુલાકાત કરી મંત્રણાઓ કરશે. બંને નેતા છઠ્ઠા ભારત / જર્મની આંતર- સરકારી પરામર્શ બેઠકની સહ અધ્યક્ષતા કરશે.
આ બેઠકમાં બંને દેશોના ઘણા મંત્રીઓ સામેલ થશે. ગત ડિસેમ્બર મહિનામાં સત્તામાં આવેલી નવી જર્મન સરકાર સાથે પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મંત્રણા થશે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી અને ચાન્સેલર શોલ્ઝ એક વ્યાપારિક સંમેલનને પણ સંયુક્તરૂપે સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં ભારતીય સમુદાયની સાથે સંવાદ પણ કરશે. આ વાતચીત દરમિયાન પરસ્પર દ્વિપક્ષી સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા ઉપરાંત અન્ય ક્ષેત્રે સહયોગ વધારવા પર વિચાર / વિમર્શ કરશે. ડેન્માર્કમાં પ્રધાનમંત્રી ભારત / ડેન્માર્ક વ્યાપાર મંચમાં ભાગીદારી કરશે અને મૂળ ભારતીય વંશના લોકોને સંબોધન કરશે.
બીજા ભારત નોર્ડિક સંમેલન દરમિયાન આઈસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિન્લેડના પ્રધાનમંત્રીઓ સાથે સંવાદ કરશે. આ સંમેલન દરમિયાન કોરોના બાદ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી, જળવાયુ પરિવર્તન, નવીનીકરણીય ઉર્જા, ટેકનોલોજી, નવા વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને આર્કટિક ક્ષેત્રમાં નોર્ડિક દેશો સાથેના ભારતના સહયોગ પર વિશેષ રૂપે વિચાર / વિમર્શ કરશે. પહેલું ભારત / નોર્ડિક સંમેલન વર્ષ ૨૦૧૮માં સ્ટોકહોમમાં યોજાયું હતું.
યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી પેરિસમાં રોકાશે અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમન રાજનૈતિક સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મેક્રોન સાથેની મુલાકાતમાં બંને દેશ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચારણા થશે. ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમન રાજનૈતિક સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મેક્રોન સાથેની મુલાકાતમાં બંને દેશ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચારણા થશે.