દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૧૫૭ કેસ નોંધાયા, ૨૬ દર્દીના મૃત્યુ

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૧૫૭ કેસ નોંધાયા છે. આ સાથે જ ૨,૭૨૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ દર્દીઓના મોત થયા છે.

અત્યાર સુધી ૪,૨૫,૩૮,૯૭૬ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ દેશમાં કુલ ૧૯,૫૦૦ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૯૫,૫૮૮  સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ૮૩.૮૨ કરોડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના રસીના ૪,૦૨,૧૭૦ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી રસીના કુલ ૧,૮૯,૨૩,૯૮,૩૪૭ કરોડ ડોઝ અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *