ડેન્માર્કના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ભારત-ડેન્માર્ક વેપાર મંચના કાર્યક્રમમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડેન્માર્કના પ્રવાસે જશે. જ્યા તેઓ ડેન્માર્કના પ્રધાનમંત્રી સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વૈશ્વિક અને ક્ષેત્રીય હિતોના મુદ્દા પર વિચાર વિમર્શ કરશે. તેઓ ભારત-ડેન્માર્ક વેપાર ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. ડેન્માર્કના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ભારત-ડેન્માર્ક વેપાર મંચના કાર્યક્રમમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. ભારત અને ડેન્માર્ક વચ્ચે અગાઉથી જ વેપાર થઈ રહ્યો છે. ભારતમાં ૨૦૦ થી વધુ ડેનિશ કંપની છે અને ૬૦ થી વધુ ભારતીય કંપની ડેન્માર્કમાં કારોબાર કરી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩ યુરોપિયન દેશોના પ્રવાસે છે ત્યારે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બર્લિન પહોંચ્યા હતા. યાત્રાના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી રાજધાની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલ્ફ શોલ્ઝ સાથે મુલાકાત કરી મંત્રણાઓ કરી હતી. બંને નેતા છઠ્ઠા ભારત / જર્મની આંતર- સરકારી પરામર્શ બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. ડેનમાર્ક ખાતે પોતાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.આ વાતચીત દરમિયાન પરસ્પર દ્વિપક્ષી સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા ઉપરાંત અન્ય ક્ષેત્રે સહયોગ વધારવા પર વિચાર–વિમર્શ કરશે. ડેન્માર્કમાં પ્રધાનમંત્રી ભારત / ડેન્માર્ક વ્યાપાર મંચમાં ઉપસ્થિત રહેશે. ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોપનહેગનમાં દ્વિતીય ભારત નાગરિક શિખર સંમેલનમાં ભાગ લેશે.
યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી પેરિસમાં રોકાશે અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમન રાજનૈતિક સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મેક્રોન સાથેની મુલાકાતમાં બંને દેશ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચારણા થશે. ભારત અને ફ્રાન્સ આ વર્ષે રાજનૈતિક સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મેક્રોન સાથેની મુલાકાતમાં બંને દેશ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચારણા કરશે.