ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી: નરેશ પટેલની પોલિટિકલ એન્ટ્રીનો કાઉન્ટડાઉન શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે અત્યારથી કમર કસી રહી છે.જેની વચ્ચે નરેશ પટેલના રાજકીય પ્રવેશના મામલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લઈને ચર્ચાઓ ચકડોળે ચઢી રહી છે.

નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને રાજકીય ભાવિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મેના પ્રારંભમાં જ ક્યાં પક્ષમાં જોડાશે. તે અંગેનો પોતાનો નિર્ણય જાહેર કરશે, મહત્વનું  છે કે, નરેશ પટેલને રાજકારણમાં આવવું જોઈએ એ સર્વેનો રિપોર્ટ પણ ગુપ્ત પૂર્ણ કરી દેવાયો છે.આ મ ચૂંટણી જાહેર થાય તે પૂર્વે નરેશ પટેલનો રાજકીય પ્રવેશ નિશ્ચિત મનાઈ રહ્યો છે.

ગઈકાલે જ ભાજપના ૪ ધારાસભ્યોએ  ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલની મુલાકાત લેતાં ગુજરાતના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. એટલું જ નહીં પરંતુ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે બીજેપીએ પણ નરેશ પટેલને પક્ષમાં સામેલ કરવા પ્રયત્ન શરૂ કરવા સાથે આ મુલાકાત કરી હશે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

ખોડલધામની બેઠક બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, હું ટૂંક સમયમાં જ મારો નિર્ણય જાહેર કરી દઈશ. મારે પણ હવે આ મામલે લાબું નથી ખેંચવું. તેમણે ઉમેર્યું કે, ટૂંક સમયમાં હું રાજકારણમાં જોડાવાનો સમય જણાવીશ. તેમણે કહ્યું કે, બહેનો અને યુવાઓ ઈચ્છે કે હું રાજકારણમાં જોડાઉં પરંતુ વડીલો ઈચ્છાછે કે હું રાજકારણમાં ન જઉ તેને લઈને તેઓ મારી ચિંતા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *