મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૪ મહાનગરોની ૭ ટીપી સ્કિમો મંજૂર કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
ભૂપેન્દ્ર પટેલે જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં ૩૮/૧ દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. ૬૧ ખોરજ ખોડિયારનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૨૦(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૧(જામનગર), વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૧૦(ગોત્રી-ગોરવા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૧(સમીયાલા-બીલ) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૨૪/એ(અંકોડીયા-ખાનપુર-સેવાસી-મહાપુરા)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *