ભરૂચ બાદ હવે સૌરાષ્ટ્રમાં કેજરીવાલનું શક્તિ-પ્રદર્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે એ નક્કી છે. ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ આક્રમક મોડમાં જોવા મળી રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીઓ ગુજરાતની મુલાકાતે આવી રહી છે. તેમાં પણ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીને લઇને સક્રિય મોડમાં જોવા મળી રહી છે. ત્યારે ભરુચ બાદ ફરી એકવાર કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે.  સૌરાષ્ટ્રમાં તેઓ ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરુ કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રના પ્રવાસે  આવષે. ચૂંટણી પ્રચાર માટે આ વખતે સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે. ૧૧મેથી તેઓ બે દિવસ રાજકોટમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજકોટથી જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. રાજકોટમાં રોડ શો, જાહેરસભા અને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *