આસામની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તમુલપુરમાં બોડો સાહિત્યસભાના સમાપન સમારોહમાં ભાગ લેશે. બોડો સાહિત્ય સભા બોડો સમુહદાયની સૌથી મોટી સાહિત્યિક સંસ્થા છે.
ત્રણ દિવસના કાર્યક્રમમાં વિશ્વભરના હજારો લોકોએ ભાગ લીધો છે. રાષ્ટ્રપતિ ઉપરાંત પૂર્વેત્તર રાજ્યો આસામ, સિક્કિમ અને મેધાલયના મુખ્યમંત્રી આ સત્રમાં ભાગ લેશે સાહિત્યક સભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રપતિએ અત્યાર સુધીમાં પૂર્વોત્તરમાં સાહિત્યીક આયોજનમાં ભાગ લીધો નથી.આ ઉત્સવ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયે યોજ્યો છે.