બેંગલુરૂ ખાતે આયોજીત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ગઈકાલે સમાપન થયું હતું. સમાપન સમારંભમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અનુરાગ ઠાકુર અને કર્ણાટકના મુખ્યમંત્રી બાસ્વરાજ બોમ્માઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી ગેમ્સમાં બે નવા રાષ્ટ્રીય રેકોર્ડ સ્થપાયા હતા.ગેમ્સમાં ૨૦ સુવર્ણ ચંદ્રક જીતીને જૈન યુનિવર્સિટી યુનિવર્સિટી મોખરે રહી હતી. યોગ છાત્રાએ આકર્ષક યોગ પ્રદર્શન કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. સમાપન સમારંભને સંબોધતા કેન્દ્રીચ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના છે. વર્ષ ૨૦૧૪ પછી ખેલકૂદ સેક્ટર પર વધુ ધ્યાન અપાયું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલકૂદ ક્ષેત્રે પહેલ કરતા સરકારે ખેલકૂદ વિકાસ માટે આગામી ૨૫ વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે.