છોટાઉદેપુરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦વિકાસ કામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુરની એસ.એમ. કોલેજના મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. આદિજાતિ વિસ્તાર છોટાઉદેપુરને આજે ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભેટ આપી છે. આ કાર્યક્રમમાં રૂ. ૮૪.૫૬ કરોડની ૩ જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જેટલા રોડ / રસ્તાના કામો, તેમજ જિલ્લામાં જુદા / જુદા ગામોમાં રૂ. ૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલી ૪૫ નવી આંગણવાડીઓના લોકાર્પણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા માટે રૂ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧પ જેટલા રોડ / રસ્તા કામોનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *