વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે રેકોર્ડ નિકાસ અને GST કલેક્શન ભારતીય અર્થતંત્રમાં સુધારો દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે દેશની કુલ નિકાસ ૬૭૫ બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે. તેમણે કહ્યું કે ગયા મહિને એક લાખ ૬૮ હજાર કરોડનું રેકોર્ડ જીએસટી કલેક્શન થયું હતું.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઇકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર ઈન્ડિયા કોલિંગ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યું હતું. વાણિજ્ય મંત્રીએ કહ્યું કે નિકાસનું વલણ દર્શાવે છે કે દેશ ધીમે ધીમે ઉચ્ચ સ્તરીય અને ઉચ્ચ તકનીકી ઉત્પાદન અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે.