ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. એટલે કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. બીજી તરફ શુક્રવારે ૪૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ અમદાવાદ સહિત ૭ શહેરોમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપામાન રહેવા પામ્યું હતું. આમ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજકોટમાં રવિવાર અને સોમવારે કરા સાથે વરસાદની આગાહી કરી છે.તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લીધો ખેડૂતોમાં ચિંતામાં વધારો થય છે. તો વળી રાજ્યના હવામાન વિભાગે ખેતરમાં ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
શુક્રવારે રાજકોટમાં ૪૧.૯ , અમદાવાદમાં ૪૧.૮ , અમરેલીમાં ૪૧.૫ , જૂનાગઢમાં ૪૧.૫ , ગાંધીનગરમાં ૪૧.૨ , ભુજમાં ૪૧ ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું.
