આસની ચક્રવાત ૧૬ કિલોમીટર કલાકની ઝડપે બંગાળની ખાડીના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ વળી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે બંગાળની ખાડીમાં ૧૧૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત વધે તેવી સંભાવના છે. ઓડિશા તટની પાસે સમુદ્રની સ્થિતિ ખુબ ખરાબ છે. તેમજ ૧૦ મેના દિવસે સ્થિતિ વધુ વણસી શકે છે તેવી શક્યતા છે.
ચક્રવાતના કારણે પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકત્તા સહીત રાજ્યના દક્ષિણ ભાગોમાં ઉત્તરીય આંધ્રપ્રદેશ અને ઓડિશના સમુદ્રીય તટ પર ૧૦ મેના રોજ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આસાની ચક્રવાતના લીધે ૧૦ મેથી સરકારના આદેશ સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્રમાં માછીમારીને દરિયો ન ખેડવાનો આદેશ આપ્યો છે. કોલકત્તા નગરપાલિકાના કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે તેમજ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.