હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આવેલ વિધાનસભા પરિષદના મુખ્ય ગેટ અને દીવાલ પર ખાલિસ્તાની પોસ્ટરની સાથે ઝંડા લગાડ્યા બાદ રાજ્યની સરહદ સીલ કરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને QRT ની ટીમને તૈનાત કરવામાં આવી છે. પ્રદેશમાં રેલવે સ્ટેશન-બસ સ્ટેશન, સરકારી કાર્યાલયની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસને ફરિયાદ કરી આગળ તાપસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના પછી પ્રદેશના વિવિધ સ્થળો પર નાકબંધી કરી પોલીસ દ્વારા તાપસ ચાલુ છે. હમણાં સુધી ખાલિસ્તાની પોસ્ટરની સાથે ઝંડા લગાવનારાની ધરપકડ થઈ નથી. તેમજ બેંક, શાળાઓ, હોસ્પિટલ સહિત સાર્વજનિક સ્થળો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે.