કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના પ્રવાસે, ભારત-બાંગ્લાદેશ સરહદનું નિરીક્ષણ કરશે

.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના ત્રિ- દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે ગૃહમંત્રી આસામના દક્ષિણ સલમારા મનકછાર જિલ્લાની મુલાકાત લેશે. ગુવાહાટીથી ૨૪૫ કિલોમીટર દૂર સહપારા ખાતે ભારત / બાંગ્લાદેશ સરહદનું નિરીક્ષણ કરશે અને સરહદ સુરક્ષા દળના અધિકારીઓ સાથે સરહદ સંબંધિત મુદ્દાઓ પર બેઠકની અધ્યક્ષતા પણ કરશે. અમિતશાહ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્દ્રીય કાર્યશાળાની આધારશિલા રાખશે.

બપોરે કામરૂપ જિલ્લાની જનગણના નિદેશાલયનું પણ ઉદ્દઘાટન કરશે તેમજ સશસ્ત્ર સીમા બળ ભવનનું વર્ચુઅલી ઉદ્દઘાટન કરશે. ગૃહમંત્રી ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને નેશનલ યુનિવર્સિટી ઓફ ક્રિમિનોલોજીના ૩૦૦ બેડવાળા સુપર સ્પેશિયાલિટી યુનિટનું ઉદ્ઘાટન કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *