રાંધણ ગેસના ભાવવધારા સામે વડોદરામાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી ટિંગાટોળી

વડોદરા શહેરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ગેસના બોટલ અને બેનરો સાથે ભાવવધારાના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ જણાવ્યું હતું કે, મોંઘવારી વધતા મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે,  આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને રેલીને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે મોંઘવારીના મુદ્દાને આગળ કરતાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતાં કહ્યું હતું કે દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીના મુદ્દે લોકો હવે થાકી ગયા છે મોંઘવારી ઘટાડવા માં નહીં આવે તો આવનાર સમયમાં કોંગ્રેસ જવલંત આંદોલન કરવાના મુડમાં દેખાઇ રહી છે.

વડોદરામાં કોંગ્રસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. જે બાદ પોલીસે બળ પ્રયોગ કરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

 

શનિવારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા ૫૦નો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે એલપીજી સિલિન્ડરની કિંમતો રેકોર્ડ ઉંચાઈએ પહોંચી જવા પામી છે. એલપીજીના સિલિન્ડરમાં વધારા બાદ ૧૪.૨ કિલોનો સિલિન્ડરમાં ૯૯૯ રૂપિયા થઈ ગયો છે. એલપીજી સિલિન્ડરની કિંમત માટે આ રેકોર્ડ સ્તર છે, સપ્તાહમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ બીજો વધારો છે. આ પહેલા ૨૨મી માર્ચે ઈંધણ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમકોમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *