હવામાન વિભાગની આગાહી અનુસાર ૮ થી ૧૪ મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે. જેનાથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો ૪૪ ડિગ્રીની આસપાસ રહેશે જેની અસર આજથી જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગે આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવની આગાહી ૪૫ ડિગ્રીએ રહેવાની શક્યતા દર્શાવી છે. ઉત્તર / પશ્ચિમના પવનો શરૂ થતા આજથી ગરમીમાં અચાનક વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે લોકો ને બને તેટલું પ્રવાહી લેવા અને કામ સિવાય ઘરની બહાર ન નિકળવાની સલાહ છે.
