અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને કારણે લેવાયો મહત્વનો નિર્ણય

રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ કંડલામાં ૪૪.૮ ડિગ્રી અને અમદાવાદમાં ૪૪ ડિગ્રી નોંધાયું તાપમાન. લૂ ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદ શહેરમાં ગરમીને કારણે બપોરના ૦૧:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો શહેર ટ્રાફિક પોલીસે કર્યો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ગરમીને કારણે બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવાર અને રવિવારે બે દિવસની ટ્રાયલ કરવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૦૮ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન ઉત્તર / પશ્ચિમના ગરમ પવન ફૂંકાશે. ગઇકાલે રાજ્યનાં ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર નોંધાયો હતો. જે અનુસંધાને સોમવારે ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના ૧૫૪ ટ્રાફિક સિગ્નલ પૈકી ૧૨૩ જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ૫૭ ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ રહેશે. સાથે સિગ્નલનો સમય પણ ઓછો કરશે.જે સિગ્નલ ૧ મિનિટના સમયનું હશે તે સિગ્નલનો સમય ૩૦ થી ૪૦ સકન્ડનો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *