દેશભરમાં ઈ-વસ્તી ગણતરી એટલે કે ડીજીટલી વસ્તી / ગણતરી માટેની સમગ્ર પ્રક્રિયાનો ટૂંક સમયમાં પ્રારંભ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ કામગીરી સાથે જોડાયેલા બધા જ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બધા જ વિકાસ અને આયોજન કાર્ય વસ્તી / ગણતરીના આધારે કરવામાં આવી રહ્યાં છે.

વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, વસ્તી ગણતરીના આંકડા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓના આયોજન,અમલીકરણ માટેનો એક માત્ર સ્ત્રોત હોયછે. વારંવાર થતા ખર્ચા અટકાવવા માટે પણ વસ્તી / ગણતરીનો આધાર લેવો જરૂરી હોય છે. તેમજ અનુભવસિદ્ધ ડેટાના આધારે જે નિર્ણય લેવામાં આવે છે તે પરિણામલક્ષી હોય છે અને પરિણામદાયી પણ હોય છે.

આથી અનુભવસિદ્ધ ડેટાનું નિર્માણ થાય તેમાટે ઈ-વસ્તી ગણતરીની શરૂઆત કરાઈ છે, જેનું ૧૦૦ % સચોટ પરિણામ મળશે. તેમજ કોવિડના કારણે જેકામ અટકેલું છે તેને વેગ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના કામરૂપ જિલ્લામાં અમિન ગામમાં વસતી /  ગણતરી કાર્યાલયનું  વસ્તી કરતાં આ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *