ગુજરાતમાં ૦૯/૦૫/૨૦૨૨ના રોજ ૨૩ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તો ૧૮ દર્દી સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૯.૦૯ % છે. તો રાજ્યમાં એક્ટિવ કેસ ૧૫૨ છે જેમાંથી ૧ દર્દી વેન્ટિલેટર પર છે. ૦૯/૦૫/૨૦૨૨ના રોજ અમદાવાદ શહેરમાં ૧૮ નવા કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરા કોર્પોરેશનમાં ૩ , આણંદમાં ૧ અને ભરુચમાં ૧ કેસ નોંધાયો છે. મહત્વનું છે કે ૦૮/૦૫/૨૦૨૨ના રોજ ગુજરાતમાં ૩૭ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. અને ૧૫ દર્દી સાજા થયા હતા. અમદાવાદ શહેરમાં 34 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.
અમદાવાદ સ્થિત NIDમાં વધુ ૩ લોકો કોરોના પોઝિટીવ આવ્યા એટલે NIDમાં કોરોનાના કેસનો કુલ આંકડો ૩૦ સુધી પહોંચ્યો છે. ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૩૯૮ જેટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ હજી આવવાના બાકી છે. કોરોના વિસ્ફોટને કારણે હાલ NIDમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. NID કેમ્પસના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું છે.
અમદાવાદ શહેરના NID કેમ્પસ, પાલડીના ૧ વિસ્તારને માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. કેમ્પસની શૈક્ષણિક કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. ન્યુ બોયઝ હોસ્ટેલ અને સી બ્લોક, એનઆઈડી, પાલડી માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયું છે.