પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના આમંત્રણ પર શિખર સંમેલનના પ્રારંભિક સત્રને સંબોધિત કરશે.

શિખર સંમેલનનો ધ્યેય કોરોના મહામારીના પડકારોનો સામનો કરવા અને એક મજબૂત વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા સંરચનાનુ નિર્માણ કરવાનો છે. આ સત્રની થીમ મહામારીને કારણે લાગનારા થાકને રોકવાની અને તૈયારીને પ્રાથમિકતા આપવાની છે. સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક પણ જોડાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે, ભારત કોરોના મહામારીનો સામનો કરવા કરવામાં આવી રહેલા વૈશ્વિક પ્રયાસોમાં મહત્વની ભુમિકા નિભાવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *