ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેની વિગતો આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યુ હતુ કે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ ૭૨.૦૨ % પરિણામ આવ્યુ છે.
સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં ૮૫.૭૮% પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું ૪૦.૧૯ % પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે ૯૬.૧૨ % અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ % પરિણામ આવ્યું છે. રાજ્યમાં ૬૮ હજાર ૬૮૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૧૯૬ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. રાજ્યની ૬૪ શાળાઓમાં ૧૦૦ % પરિણામ આવ્યુ છે. ગુજરાતી માધ્યમનુ ૭૨.૦૪ % તો અંગ્રેજી માધ્યમનુ ૭૨.૫૭ % પરિણામ આવ્યુ છે.