ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકેયાનાયડુએ આજે નવી દિલ્હીમાં ‘મોદી@૨૦:ડ્રિમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનુ વિમોચન કર્યુ હતું. પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગત ૨૦ વર્ષના રાજકીય જીવનને દર્શાવાયુ છે. જેને ‘બ્લુક્રાફ્ટ ડિઝિટલ ફાઉન્ડેશન’ દ્વારા સંપાદિત કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ડો.એસ.જયશંકર સહિત કેન્દ્રિય મંત્રીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોષણ અભિયાનને મહત્વ આપ્યું છે.
૨૦ વર્ષોના રાજકીય જીવનથી દેશમાં પરિવર્તન આવ્યુ છે. તો કેન્દ્રિય વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, સરકારે દેશની સુરક્ષા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. ઓપરેશન ગંગા દ્વારા પણ સરકારે અભૂતપૂર્વ કાર્ય કર્યુ છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ સપનાને સાકાર કરી બતાવ્યા છે. તેમના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં દેશનું માન / સન્માન વધ્યું છે.