શ્રીલંકામાં વધતા આર્થિક સંકટ વચ્ચે રાનિલ વિક્રમ સિંઘેની નવા પ્રધાનમંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે એ આ નિયુક્તિ પર મહોર મારી છે. દેશમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના મોટા ભાઇ મહિંદા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેઓ સંસદને વધુ શક્તિ આપવા બંધારણીય સુધારા કરશે. આ જાહેરાત સેન્ટ્રલ બેન્કના પ્રમુખ દ્વારા ચેતવણી આપાયાના થોડા જ સમયમાં કરવામાં આવી હતી.