ગુજરાતમાં સતત ગરમીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એવામાં તાપમાનને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવ અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ગરમીનો પારો વધુમાં વધુ ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જણાવી દઇએ કે, બુધવારે અમદાવાદમાં ૪૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવ રહેશે તો પાટણ અને મહેસાણામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં એમાંય ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પણ વિશેષ ગરમી વર્તાશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આજે રાજ્યમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી રહી શકે છે. બે દિવસ સુધી તાપમાન ૪૫ ડિગ્રી રહેશે તેવી આગાહી કરાઇ છે. કેટલાંક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.
સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી કરાઈ છે. ઉત્તરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યના કચ્છ, રાજકોટ અને ભાવનગરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.