ઈતિહાસમાં પ્રથમ વખથ ભારતના રાષ્ટ્રપતિ જમૈકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસના પ્રવાસે

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે રવાના થઇ ચુક્યા છે. રાષ્ટ્રપતિ ૧૫થી ૨૧/૦૫/૨૦૨૨ સુધી જમૈકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસનાના રાજકીય પ્રવાસે રહેશે. ઈતિહાસમાં પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ જમૈકા, વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસના પ્રવાસે જઇ રહ્યા છે.

 

રાષ્ટ્રપતિના જમૈકા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષિય કરાર થવાની આશા સેવાઇ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસની સંસદને પણ સંબોધિત કરશે. આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિનો પ્રવાસ ભારત અને કરેબિયન દેશો વચ્ચેના સંબંધનું મહત્વ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *