સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સરવે પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દીધા બાદ કલેક્ટરે શનિવારે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. તે મુજબ જ્ઞાનવાપી મસ્જિદમાં આજથી સર્વે શરુ થશે. કલેક્ટરે બંને પક્ષો સાથે બેઠક કરી આ આદેશ જાહેર કર્યો હતો. સાથે જ કલેક્ટરે બંને પક્ષોને જિલ્લામા કાયદો – વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે.
અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટિ વતી દાખલ કરવામાં આવેલી અરજી અંગે ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું કે, અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. જેથી અમે તરત જ ઓર્ડર કેવી રીતે આપી શકીએ. અમે આ બાબતને સૂચિબદ્ધ કરી શકીએ છીએ. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે આ કેસ સંબંધિત ફાઇલો વાંચી નથી. તેમના અભ્યાસ બાદ જ આદેશ આપી શકાશે.
સુનાવણીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અજય કુમાર મિશ્રા એડવોકેટ કમિશનર પદે જ રહેશે. તેમણે ૧૭/૦૫/૨૦૨૨ સુધીમાં કોર્ટમાં તમામ કાર્યવાહીની રિપોર્ટ સબમિટ કરવી પડશે. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, સ્થાનિક તંત્ર પાસે તાળું ખોલીને કે તાળું તોડીને કાર્યવાહી કરવાનો અધિકાર છે. અને જો પ્રશાસનની કાર્યવાહીમાં કોઈ અવરોધ પેદા કરતું હોય તો તેની સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે.