ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તમામ રાજકીય પાર્ટીઓમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને એ.એ.પી વચ્ચે ત્રી-પાંખીયો જંગ ખેલાશે.ત્યારે હવે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ બાદ કોંગ્રેસે પણ નો / રિપિટીની થિયરી અપનાવી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ સર્જાઈ રહ્યાં છે.
હાલ રાજસ્થાનના ઉદયપુરમાં હાલ કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય ચિંતિન શીબર ચાલી રહી છે. જેની વચ્ચે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ભાજપ બાદ કોંગ્રેસ પણ આગામી ચૂંટણી માટે નો-રિપિટ થિયરીનો નિર્ણય લીધો છે. એટેલે કે, ૩ / ૪ વખતથી હારનારાઓને ટિકિટ નહીં મળે. આ સાથે કોંગ્રેસ માત્ર ઉમેદવાર જ નહિ તે જ્ઞાતિને પણ બદલશે. તેમજ જ્ઞાતિના ઉમેદવાર વારંવાર હારે છે તે જ્ઞાતિના ઉમેદવારને પણ આ વખતે ટિકિટ નહીં મળે.
‘નો રીપીટ થિયરી’ એટેલ એક પણને પુન; સ્થાન ના આપવું. ગુજરાતના પૂર્વ નેતાઓને મંડળમાં રાજ્ય કે કેબીનેટ કક્ષાના મંત્રી પદે રહેલા ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન ના આપવું એટલે ‘નો રીપીટ થીયરી’