ભરઉનાળે ગુજરાતમાં પવનની ઝડપે વેચાઈ રહ્યા છે AC અને કૂલર

ગુજરાતમાં ગરમીનો પારો દિન-પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે ત્યારે ગરમીની અસર અમદાવાદની બજાર પર પણ જોવા મળી રહી છે. ઇલેક્ટ્રોનિક બજારમાં એસી અને એર કુલરની  ડીમાંડમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. માત્ર એપ્રિલ મહિનામાં જ એસીના અંદાજિત સાડા સત્તર લાખ યુનિટ વેચાયા હોવાના આંકડાઓ સામે આવી રહ્યા છે.

માર્ચ મહિના બાદ જ ગરમીના પ્રમાણમાં વધારો શરૂ થઈ ગયો હતો. એપ્રિલમાં જ ગરમીએ માઝા મૂકતા પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે મે માહિનો પણ બરોબરનો તપી રહ્યો છે અને તાપમાન ૪૪ / ૪૫ ડિગ્રી જોવા મળી રહ્યું છે. આ તડકામાં ગરમીથી રાહત આપતા એસી, કુલરની ડીમાંડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨ વર્ષની તુલનામાં આ વર્ષે સરેરાશ ૨૦ % જેટલો એસીની બજારમાં ઉછાળો આવ્યો છે. કોરોના કાળમાં નહિવત વેચાયેલા એસી ચાલુ વર્ષે ધુમ વેચાવાનો વેપારીઓનો આશાવાદ છે. એપ્રીલ અને મે માસમાં જે ઇન્કરવાયરી થતી હતી તે માર્ચ અને એપ્રીલની શરૂઆતમાં જોવા મળી છે. ખરીદી માટે આવી રહેલ ગ્રાહકોને જરૂરત મુજબ એસી ખરીદવાની સલાહ વેપારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.

એસીના ભાવમાં થઈ રહેલ વધારાના કારણે જે પરિવારો એસી નથી ખરીદી શકતા તેઓ કુલર ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે.

બજારમાં ૨૨૦૦ થી માંડી ૨૫,૦૦૦ સુધીના કુલર ઉપલબ્ધ છે. જો કે સામાન્ય પરિવારો માટે કુલર પણ મોંઘા થઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલરના ભાવમાં વધારો થયો છે.રો મટીરીયલના ભાવ વધારાની અસર એર કુલર પર પણ વર્તાઇ છે. એર કુલરના ભાવામાં હજારથી ૩,૦૦૦સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.જે ને પગલે ગ્રાહકો તોબા પોકારી ગયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *