સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે આખો દિવસ રાજકોટમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ પ્રજાને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ સક્રીય થઇ ગઇ છે.  વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે. તેઓ આજે રાજકોટમાં  આવાસ સહિત વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.

રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે સાથે જ રાજકોટ મનપામાં મહત્વની બેઠક પણ કરશે. 11.30 વાગે મહત્વની બેઠક કરશે  જેમાં કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે બપોરે કલેક્ટર કચેરીમાં સાંસદ-ધારાસભ્યો-અધિકારીઓ સાથે બેઠક કરશે.જેમાં રાજકોટ શહેર / જિલ્લાના વિકાસ કામોની માહિતી મેળવશે. તો સાંજે રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વિચરતી / વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા ૬૫ મકાનોના લોકાર્પણની સાથે ૪૦/ ૪૦ મીટરના ૩૦૦ પ્લોટની સનદનું પણ લાભાથીઓને વિતરણ કરશે. તેમજ ૬૫ મકાનોના લાભાથીઓને ઉજજ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. આ ઉપરાંત ૧૫મા નાણાપંચની ગ્રાંટમાંથી ૮૯.૪૦ લાખના ખર્ચે રાજકોટ જિલ્લાની ૬૫૦ આંગણવાડીઓમાં મુકાયેલ શુધ્ધ પાણી માટેની આરઓ સીસ્ટમ તેમજ ૨૦૦ શાળાઓમાં અડધા કરોડના ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *