રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમૈકાના ત્રણ દિવસના પ્રવાસે, રાજધાની કિંગ્સ્ટનમાં તેઓનું કરાયું સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમૈકા પહોંચ્યા છે. જમૈકાના ગવર્નર જનરલ સર પેટ્રિક એલને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી.તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ જમૈકાના ગવર્નર જનરલ પૈટ્રિક એલન સાથે ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી એન્ડ્ર્યુ હોલનેસ સાથે પણ મુલાકાત કરશે. તેઓ જમૈકાની સંસદની બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરશે. તેઓ આગંતુક પુસ્તક પર પણ હસ્તાક્ષર કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડોક્ટર ભીમરાવ આંબેડકરના સન્માનમાં આંબેડકર એવન્યુનું પણ ઉદ્ઘાટન કરશે. ભારતના રાષ્ટ્રપતિની ઈન કૈરેબિયાઈ રાષ્ટ્રની આ પહેલી યાત્રા છે. જમૈકા અને ભારત વચ્ચે મિત્રતાના સંબંધો છે. આ વર્ષે ભારત અને જમૈકાના રાજનૈતિક સંબંધોની શરૂઆતની  ૬૦મી વર્ષગાંઠ છે. તો,રાષ્ટ્રપતિ ૧૮ થી ૨૧/૦૫/૨૦૨૨ મી સુધી સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના રાજકીય પ્રવાસે રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *