જ્ઞાનવાપીમાં સર્વે વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે તેમજ વારાણસીમાં થયેલ સર્વેની રિપોર્ટ સોંપવામાં આવશે.
જ્ઞાનવાપી મસ્જિદનુ સત્ય બહાર લાવવા કોર્ટના આદેશ પર ગઈકાલે કડક સુરક્ષા વચ્ચે સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મસ્જિદના વજુખાના નીચે વિશ્વેશ્વરનાથનું ૧૨ ફૂટ ૮ ઈંચનું શિવલિંગ મળી આવ્યું હતું. સિવિલ કોર્ટ દ્વારા શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.