કેન્દ્ર સરકારે અમૃત યોજના હેઠળ ગુજરાતના નગરો અને મહાનગરો માટે ૪૧૨ વિકાસકામો માટે મંજૂરી આપી

કેન્દ્ર સરકારે અમૃત યોજના હેઠળ ગુજરાતના નગરો અને મહાનગરોમાં ૪૧૨ વિકાસકામો માટે ૫,૧૨૮ કરોડ રૂપિયાની દરખાસ્તોને મંજૂરી આપી છે. ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તોમાં ૮ મહાનગરપાલિકાઓ, ૧૫૬ નગરપાલિકાઓમાં વિકાસકામો હાથ ધરાશે.

જેમાં પાણી પુરવઠાના ૨૦૬, ભૂગર્ભ ગટર યોજનાના ૭૦, તળાવ નવીનીકરણના ૬૮ અને બાગ / બગીચાના ૬૮ મળીને કુલ ૪૧૨ વિકાસકામોનો સમાવેશ કરાયો છે. હવે બધા કામોનો વિસ્તૃત અહેવાલ બનાવ્યા બાદ ટેકનીકલ મંજૂરી લઇને આ કામો તબક્કાવાર અમલમાં મૂકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *