એકવાર ફરી અમદાવાદનું નામ ‘કર્ણાવતી’ કરવા માંગ ઉઠી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા. કારણ કે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિરે કર્ણાવતીનગરના બોર્ડ લગાડવામાં આવ્યા છે. એટલે કે અમદાવાદ કે કર્ણાવતી નગરના નામનો વિવાદ ફરીવાર વધ્યો. મહત્વનું છે કે, છેલ્લાં ઘણા સમયથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પર વિવાદ ચાલી રહ્યો છે.
પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી હતું અને સમાજ તરીકે આપણે હંમેશા આપણા ઈતિહાસને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ. આથી બસ આ જ કારણ છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી રહી છે.
ભાજપના શાસનકાળમાં છેક વર્ષ ૧૯૯૦માં અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવાનો ઠરાવ કરાયો છે, પરંતુ તત્કાલીન સત્તાધીશો માત્ર કાગળ પર ઠરાવ કરી તેને હકીકતમાં અમલમાં મૂકવાની હિંમત દાખવી શક્યા નથી. જો કે અમદાવાદના નામકરણનો મામલો જ્યારે પણ ગરમાય છે ત્યારે કેટલાંક લોકો શહેરનું નામ ‘આશાવલ’ રાખવાનો પણ આગ્રહ રાખે છે.
ઘણી વખત અમદાવાદનું નામ બદલીને શહેરનું નામ ‘કર્ણાવતી’ કરવાની માંગ ઉઠી છે. પરંતુ હજુ સુધી તેનું નામકરણ થયું નથી. જો કે, કેટલાંક લોકોનો એવો પણ આગ્રહ છે કે આ શહેરનું નામ ‘અમદાવાદ’ જ રહેવું જોઈએ. જ્યારે કેટલાંક લોકો અમદાવાદનું નામ ‘આશાવલ’ રહેવું જોઇએ.