ગોપાલ ઈટાલિયાનું નિવેદન: કોંગ્રેસ હવે લડી શકે તેમ નથી, ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ જવા પામ્યા છે. એક તરફ નેતાઓનો પક્ષપલટો ચાલી રહ્યો છે.ત્યારે બીજી તરફ નેતાઓના રીસામણા અને નારાજગી સામે આવી રહી છે. ત્યારે આજે ગુજરાત રાજકારણમાં ભારે હલચલ જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ અંતે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. જો કે, આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

 

ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરીને  પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે,  આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હવે લડી શકે તેમ નથી, કોંગ્રેસ તૂટી ગઈ છે અને આખો દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. ગુજરાતમાં આ વખતે પરિવર્તન નક્કી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *