મોરબી જિલ્લાના હળવદ તાલુકાના GIDCમાં મોટી દુર્ઘટના બની. હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા ૧૫ શ્રમિકો દટાયા, જેમાંથી ૧૨ શ્રમિકોના મોત નીપજ્યા છે. હજુ પણ કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
હળવદ GIDC દુર્ઘટના પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું. કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય યથાવત્ છે.