ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દેશના સ્પર્ધાત્મક કન્ઝ્યુમર ગૂડ્ઝ સેક્ટરમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ બ્રાન્ડ્સને ટેકઓવર કરવા માટે આક્રમક વલણ અપનાવી રહી છે અને પાંચ જેટલી કન્ઝ્યુમર બ્રાન્ડ્સ ખરીદવા માટે વાતચિત કરી રહી હોવાનું મનાય છે.
કન્ઝ્યુમર બ્રાન્ડ ખરીદીને ટાટા ગ્રૂપ રિટેલ સેગમેન્ટમાં રિલાયન્સ, એમેઝોન સહિતની હરિફ કંપનીઓને ટક્કર આપવાનો પ્રયાસ કરશે.
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ ડિસોઝાએ જણાવ્યું કે, કંપની ભાવિ વૃદ્ધિનું ઇંધણ વિસ્તરણમાંથી મેળવશે. જ્યાં સારું મૂલ્યાંકન દેખાય છે તેવી બ્રાન્ડને ટેકઓવર કરવા કંપની પ્રયત્નશીલ છે. અમે આકર્ષક કે રસ ધરાવતા સેગમેન્ટમાં સંભવિત લક્ષ્યો સુધી પહોંચીશું.
ટાટા ગ્રૂપ હાલ રિટેલ સેગમેન્ટ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને તેની માટે જ તે લગભગ પાંચ કન્ઝ્યુમર બ્રાન્ડમાં હિસ્સો ખરીદવા કે ટેકઓવર કરવા અંગે વિચારણા કરી રહી છે.