જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ આ કેસની સુનાવણી હાથ ધરશે. મસ્જિદ કમિટિએ પોતાની અરજીમાં મસ્જિદમાં જઈને સર્વે કરવાના આદેશને પ્લેસિસ ઓફ વોર શિપ કાયદાનું ઉલ્લંઘન કહ્યું છે. મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં સર્વે પર રોક લગાડવાની પણ માગ કરી છે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ પર સુનાવણી કરતા નમાજ માટે મસ્જિદમાં માત્ર ૨૦ લોકોને પ્રવેશ આપવાની અનુમતિ આપતા વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાડી હતી.
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસીની સિવિલ કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. મંગળવારે કોર્ટ કમિશનરે સર્વે રિપોર્ટ રજૂ કરવા ૨ દિવસની માગણી કરી હતી. આ સમય આજે પૂર્ણ થઈ ગયો છે. આ પહેલા સર્વેક્ષણ દળે મસ્જિદના પરિસરનું વીડિયો સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. 3 દિવસીય સર્વે સોમવારે પૂર્ણ થયો. સર્વેક્ષણ પછી હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે મસ્જિદમાં વજુ કરવાની જગ્યા પર એક શિવલિંગ મળી આવ્યું છે. તો સામે મુસ્લિમ પક્ષે આ દાવાને ફગાવી દીધો અને કહ્યું કે વજુ કરવાની જગ્યા પર ફુવારાનું નિર્માણ થયેલું છે.