અમદાવાદ: એસજી હાઇવે પર ૭૦ થી વધારે ઝડપે ગાડી ચલાવી તો આવી બન્યું સમજો

અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ દ્વાર નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે.  ઓવરસ્પીડ વાહનોને લઇને તો ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  ટુ વ્હીલરમાં સ્પોર્ટસ બાઇકમાં મોડીફાઇડ સાઇલેન્સર તથા કારમાં બ્લેક ફિલ્મને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે સ્પીડમાં કાર ચલાવી તો  મસમોટો મેમો ઘરે આવ્યો જ સમજો.

ઓવર સ્પીડને કારણે અવારનવાર અકસ્માતના બનાવો બને છે.  હિટ એન્ડ રનના કેસ સૌથી વધુ હાઇવે પર જોવા મળે છે. ત્યારે અમદાવાદના સરખે- ગાંધીનગર હાઇવે પર સ્પીડમાં કાર ચલાવનાર સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જો કોઇએ ૭૦થી વધુની સ્પીડ પર કાર ચલાવી તો મસમોટો દંડ ભરવા તૈયાર રહેજો. સ્પીડ લિમિટની અમલવારી આજથી શરુ કરવામાં આવી છે. જે મુજબ જો પહેલીવાર પકડાશો તો ૨ હજારનો દંડ અને બીજી વખત પકડાયા તો ૪ હજારનો દંડ વસૂલવામાં આવશે. અને જો ત્રીજી વખતા ઝડપાયા તો ૬ મહિના માટે લાયસન્સ કેન્સલ.

બેફામ કાર ચલાવનારને ઝડપી પાડવા પોલીસે સીસીટીવીનો સહારો લીધો હોવાનું કહેવામાં આવીરહ્યુછે. એક માહિતી તો એવી પણ સામે આવી છે કે પોલીસે સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધુ છે. તો બીજી તરફ સચ્ચાઇ એ પણ છે કે એસ.જી હાઇવે પર એક પણ સીસીટીવી દેખાતા નથી. મહત્વનું છે કે અગાઉ સ્પીડ ગનથી વાહનચાલકોને પકડવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો પરંતુ તે કંઇ ખાસ સફળ રહ્યો નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *