કેન્દ્ર સરકારે કરી જાહેરાત પેટ્રોલમાં રુ.૮ પ્રતિ લીટર અને ડીઝલમાં રુ.૬ પ્રતિ લીટર થયો ઘટાડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગઈકાલે જનતાને રાહત આપવા માટે એક મોટી ઘોષણા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક પછી એક ૧૨ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. જેના દ્વારા મધ્યમવર્ગ અને ગરીબોને મોટી રાહત મળી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે પેટ્રોલ પર ૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. જેનાથી પેટ્રોલના ભાવમાં રૂપિયા ૯.૫ અને ડીઝલના ભાવમાં રૂપિયા ૭ પ્રતિ લીટરનો ઘટાડો થશે.

જેનાથી સરકારની તિજોરી પર પ્રતિ વર્ષ એક લાખ કરોડનો બોજો પડશે. તેમણે તમામ રાજ્યોને સામાન્ય માણસને રાહત આપવા માટે સમાન કાપ મૂકવાનું આહ્વાન કર્યું હતું. વધુ માહિતી આપતા નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લી વખત નવેમ્બરમાં જ્યારે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, ત્યારે ઘણી રાજ્ય સરકારોએ તેનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચાડ્યો ન હતો. તેમણે કહ્યું કે આ વર્ષે સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નવ કરોડથી વધુ લાભાર્થીઓને પ્રતિ વર્ષ ૧૨ સિલિન્ડર દીઠ રૂપિયા ૨૦૦ ની સબસિડી આપશે. જેના કારણે સરકાર પર દર વર્ષે ૬,૧૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *