કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમની મુલાકાત લીધા પછી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું કે “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પ્રધાનમંત્રીઓનાં યોગદાનને માન આપીને ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’ની સ્થાપના કરી છે. આ મ્યુઝિયમ દ્વારા નાગરિકો આપણા તમામ પ્રધાનમંત્રીઓ દ્વારા દેશની સુરક્ષા, એકતા અને વિકાસ માટે તેમણે આપેલાં યોગદાનને જાણી શકશે. આજે મને આ અદ્ભુત મ્યુઝિયમની મુલાકાત લેવાની તક સાંપડી.”
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે “પ્રધાનમંત્રી મ્યુઝિયમ એ સ્વતંત્ર ભારતના ઈતિહાસને યાદગાર રીતે દસ્તાવેજીકૃત કરવાનો એક અદ્ભુત પ્રયાસ છે. અહીં આવીને તમે ઈતિહાસની ઘણી ગૌરવશાળી ક્ષણોને અનુભવી શકશો અને તેમને વધુ નજીકથી જાણવા મળશે. હું તમામ નાગરિકોને, ખાસ કરીને યુવાનોને આ મ્યુઝિયમની એકવાર મુલાકાત લેવા વિનંતી કરું છું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે “રાજકીય વિચારધારાને ધ્યાનમાં લીધા વિના તમામ પ્રધાનમંત્રીઓની સિદ્ધિઓ અને યોગદાનને દસ્તાવેજીકૃત કરવાનો પ્રશંસનીય પ્રયાસ આ સંગ્રહાલય છે. આ દ્વારા મોદીએ ‘પ્રધાનમંત્રી પદ’નું ગૌરવ વધાર્યું છે, જે એક સંસ્થા છે. હું આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.”