પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની ૪૦મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લેતા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.
આઠ પ્રોજેક્ટ અને એક કાર્યક્રમ સહિત નવ એજન્ડાની આઇટમ સમીક્ષા માટે લેવામાં આવી હતી. આઠ પરિયોજનાઓમાં, બે-બે પ્રોજેક્ટ રેલ્વે મંત્રાલય, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના અને એક-એક પ્રોજેક્ટ પાવર મંત્રાલય અને જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાનના હતા. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ઝારખંડ જેવા ૧૪ રાજ્યોને લગતા આ આઠ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. ૫૯,૯૦૦ કરોડ જેટલો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે માર્ગ અને રેલ્વે જેવા માળખાકીય ક્ષેત્રે કામ કરતી એજન્સીઓએ અમૃત સરોવર હેઠળ વિકસાવવામાં આવી રહેલા જળાશયો સાથે તેમના પ્રોજેક્ટનો મેપ બનાવવો જોઈએ. આ એક જીત-જીતની સ્થિતિ હશે કારણ કે અમૃત સરોવર માટે ખોદવામાં આવેલી સામગ્રીનો ઉપયોગ એજન્સીઓ દ્વારા નાગરિક કાર્યો માટે કરી શકાય છે.