શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિધે આર્થિક સંકટની મુશ્કેલભર્યા સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલ સહાયને બિરદાવી છે. વિક્રમસિધેએ ટ્વીટર પર કહ્યું કે, તેમણે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે વાતચીત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, આ મુશ્કેલભર્યા સમય દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલ મદદ માટે મે અમારા દેશ તરફથી તેમને બિરદાવ્યા છે. હું બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બને તેવી આશા વ્યક્ત કરૂ છું.
એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે, તેઓ શ્રીલંકાની મદદ માટે વિદેશી સહાયતા સમૂહની સ્થાપના સંબંધમાં ક્વાડ સભ્યોના પ્રસ્તાવ પર ભારત અને જાપાનના સકારાત્મક રૂપ માટે તેમનો આભારી છું. ક્વાડ સભ્યો, અમેરીકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાની સહાયતા માટે વિદેશી સહાયતા સંઘ સ્થાપિત કરવાની વાત કરી છે.