અમદાવાદ સહિત સમગ્ર રાજ્યામાં છેલ્લા એક સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. જેની વચ્ચે રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે માછીમારો દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો વળી અમદાવાદમાં છેલ્લા બે દિવસોથી વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૮ , ૨૯ અને ૩૦ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થશે. હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.