નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ભાષણ આપતાં પાટીદારોને શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે, તેમણે રાજકોટ પહોંચીને શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત એક મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ નરેન્દ્ર મોદી સમારોહને સંબોધન કરી રહ્યા છે.

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે.”

“આ આઠ વર્ષમાં મેં માતૃભૂમિની સેવા કરવામાં કોઈ કસર છોડી નથી, મેં ભૂલથી પણ એવું કામ કર્યું નથી કે જેનાથી દેશે માથું ઝુકાવવું પડે.”

નરેન્દ્ર મોદી કહ્યું કે અમે ત્રણ કરોડથી વધુ લોકોને પાકાં ઘર આપ્યાં છે.

કોરોના મહામારી વખતે લોકોને ભોજનની તકલીફ પડી તો અમે દેશના અન્નના ભંડાર લોકો માટે ખોલી કાઢ્યા.”

“૨૦૦૧માં ગુજરાતમાં માત્ર નવ સરકારી મેડિકલ કૉલેજ હતી, આજે ૩૦ છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ બનાવવાની ઇચ્છા છે.”

“૨૦૦૧માં આપણા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કૉલેજ હતી, આ બધુ યાદ રાખો છો કે ભૂલી જાવ છો, નવી પેઢીને કહેજો, તેમને ખબર નથી કે શું હતું.”

“જામનગરમાં આયુર્વેદ, રાજકોટમાં એઇમ્સ અને આટકોટમાં આ મેડિકલ કૉલેજ, વટ પડી ગયો”

તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, “પહેલાં દિલ્હીમાં એવી સરકાર હતી, જે ગુજરાતના પ્રોજેક્ટને રદ કરી દેતી હતી, આપણી મા આ નર્મદાને રોકીને બેઠા હતા. સરદાર સરોવર બંધ બાંધવા ઉપવાસ પર ઊતરવું પડ્યું હતું, ઉપવાસ રંગ લાવ્યા. નર્મદામાતા કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર આવી અને આપણું જીવન ઉગાર્યું.”

આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અલગ-અલગ જગ્યાએથી પાટીદાર સમુદાયના લોકો ભાગ લેશે.

એક તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે આ લોકકલ્યાણનો કાર્યક્રમ છે, ત્યારે બીજી બાજુ ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *