ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ આજથી ૭ જુન સુધી ગેબોન, સિનેગલ અને કતારના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ આજથી ૭ જુન સુધી ગેબોન, સિનેગલ અને કતારના પ્રવાસે જશે. આ ત્રણ દિવસની યાત્રા દરમિયાન કેટલાક દ્વિપક્ષિય સમજૂતીઓ પર પણ હસ્તાક્ષર થવાની સંભાવના છે.

ઉપરાષ્ટ્રપતિ આજથી ૧ જુન સુધી ગેબોનના પ્રવાસે છે. તેઓ ગેબોનના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ ગેબોનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે. તેઓ ગેબોનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. તેઓ ૧ થી ૩ જુઅન સુધી સિનેગલની યાત્રા કરશે. આ દરમિયાન તેઓ સિનેગલના રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરશે. તેઓ ૪ થી ૭ જુન સુધી કતારના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતથી ઉપરાષ્ટ્રપતિના સ્તરે આ ત્રણ દિવસની આ પહેલી યાત્રા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *