અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ૨૦.૩૯ એકર જમીનમાં ૬૩૨ કરોડના ખર્ચે બનનારા અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમતમંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં ભારતના રમતવીરો વધુ મેડલ્સ અપાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહએ જણાવ્યું કે, અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઈ જાય એ પ્રકારનું આ સંકુલ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભેગા થઈ ઓલિમ્પિકની બધી રમતોની તૈયારીઓ કરવા સજ્જ થવું એ રાજ્ય માટે ગૌરવની વાત છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે ૩૦ મહિનાની અંદર આ સંકુલ આકાર લે તે માટે હું પ્રયત્નશીલ રહીશ.