દેશભરમાં કોવિડ વેક્સિનનો ડોઝ લેવામાં બાકી રહેલા લોકોને ડોઝ આપવા માટે હર ઘર દસ્તક ૨.૦ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન બે મહિના સુધી ચાલશે. શાળા આધારીત વિશેષ અભિયાનના માધ્યમથી ૧૨ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના વિરોધી વેક્સિન ડોઝ આપવામાં આવશે. જેમને પ્રથમ, બીજો તેમ જ બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત ૬૦થી વધુ વર્ષના લોકોને પણ ઘર ઘર જઇને વેક્સિન ડોઝ આપવામાં આવશે.
કોરોના વેક્સિન અભિયાનની ધીમી ગતિ પરત્વે ચિંતા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૨૦મેના રોજ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી હતી કે, બે મહિના સુધી હર ઘર દસ્તક ૨.૦ અભિયાન ચલાવવામાં આવે. યુનિસેફ આ અભિયાનમાં મંત્રાલયનો સહયોગ કરશે.